નવા દાતાઓ માટે
નવા દાતાઓએ કરેલું દાન પહેલું બોક્સ "આ સેવા બાકી છે" તેની અંદર તેમનું દાન બતાવશે અને ઉપર તમામ દાતાઓ માં પણ તેમને એન્ટ્રી અને દાન બતાવવામાં આવશે પણ સેવા હજુ બાકી હોવાના કારણે તેમાં સેવાનો ઈમેજ કે વિડિયો બતાવશે નહીં તમામ દાન એકત્રિત કર્યા પછી અનુકૂળ સમયે જ્યારે તે દાન સહી જગ્યાએ વાપરવામાં આવશે ત્યારે તેનો ફોટો અને વિડિયો તેજ બોક્સમાં તારીખ સાથે અપલોડ કરવામાં આવશે તેની કોઈ ફિક્સ તારીખ હોતી નથી.
અલગ અલગ સેવામાં અલગ અલગ રકમ દાન કરી હશે તે તમામ રકમનો ટોટલ થઈ તમામ દાતાઓ માં દાન કરનાર વ્યક્તિની સામે બતાવવામાં આવશે.
એક રૂપિયા દાન કરીને પણ તમે તમારું નામ નોંધાવી શકો છો પછી એક મહિને અથવા બે મહિને કોઈ અનુકૂળ જગ્યાએ દાન કરવાનું નક્કી થાય ત્યારે whatsapp ગ્રુપ દ્વારા તમને જણાવવામાં આવશે જો ઈચ્છા હોય તો બીજી વખત દાન કરી શકો છો ન કરો તો પણ ચાલે.
whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે "whatsapp ગ્રુપ" નામનું બટન આપ્યું છે તેના પર ક્લિક કરી તેમાં જોડાઈ શકો છો અને નવા અપડેટ મેળવી શકો છો.
દાન કેવી રીતે કરવું
સૌથી નીચે બારકોડ આપ્યો છે તેને સ્કેન કરી તેમાં પોતાની ઈચ્છા મુજબ દાન કરી શકો છો અને તેનો સ્ક્રીનશોટ લઈ બાજુમાં સંપર્ક બટન પર ક્લિક કરો ડાયરેક્ટ whatsapp ઓપન થઈ જશે તેની અંદર દાન કરેલ સ્ક્રીનશોટ, પોતાનું નામ, પોતાનું ગામ, પોતાનો મોબાઈલ નંબર, સેન્ડ કરી દેવો.
સંપર્ક બટન પર ક્લિક કરી આ બધું મોકલ્યું હશે તો જ તમારું નામ તમામ દાતાઓ માં બતાવશે ફક્ત દાન કરવાથી નામ બતાવશે નહીં તમારું નામ સ્ક્રીનશોટ જરૂરી છે.
સેન્ડ કર્યા પછી તમારું નામ અપડેટ થવા માં 24 કલાક કે તેથી વધુ સમય લાગી શકે છે.
દાતાઓની એન્ટ્રીમાં જેની સૌથી મોટી રકમ દાન કરેલા છે તેનું નામ ઓટોમેટિક સૌથી ઉપર આવી જાય છે. કોઈપણ સમયે અપડેટ પણ કરાવી શકો છો.
બીજી વખત દાન કરી સ્ક્રીનશોટ સેન્ડ કરો ત્યારે આગળના દાનમાં કયું નામ આપ્યું હતું તે નામ લખો અને આ અમારું બીજું દાન છે તે પણ કહેવું જરૂરી છે જેથી તમારા બંને દાનનો ટોટલ તમામ દાતાઓમાં બતાવે.
ખાસ નોંધ લેવી
૧ - આ ગ્રુપ એક પ્રાઇવેટ ગ્રુપ છે જે અમુક મિત્રોએ મળે ને પોતાની દર મહિનાની આવકમાંથી નાની રકમ પોતાની ઈચ્છા મુજબ ભેગી કરી કોઈ સેવાના કાર્યો કરવા માટે બનાવવામાં આવ્યું છે. આના ઉપર કોઈ સંસ્થા કે બીજા કોઈનો અધિકાર નથી. ગ્રુપને ઓનલાઈન રાખવાનું અને વેબસાઈટ બનાવવાનો કારણ તમામ ગ્રુપના મેમ્બરો દરેક સેવાના કાર્ય વખતે હાજરી આપી શકે નહીં તો તે આ વેબસાઈટની મદદથી તેમને કરેલા દાન ની તમામ રિપોર્ટ જોઈ શકે.
૨ - આ ગ્રુપમાં કોઈ પણ લોકો પોતાની મરજીથી જોડાઈ શકે છે તેમને કોઈ પણ પ્રકારનો પ્રેશર આપવામાં આવતું નથી. ગ્રુપમાં દાન કરનાર વ્યક્તિ આવેલ દાન ક્યાં વાપરવું તેની સલાહ સૂચન આપી શકે છે પણ અંતિમ નિર્ણય સંચાલકોનો રહેશે.